Saturday, January 1, 2011

આપ ની કેટલીક પ્રિય વસ્તુઓ.....................

આ જોઈને આપ શ્રી ને પણ જુના સબંધો ની યાદો તાજી થશે


આપ નો મનપસંદ દેશસોવિયત યુનિયન નુ નાણું.....લીનીન ના સમર્થન વખતે આપ પણ હાજર હતા તે ફોટો


સોવિયત સંઘ માં આપ ની મનપસંદ જગ્યા આપે સોવિયત સેનાઓ ની સલામી લીધેલી તે ફોટોજોકે અઆપ ને તો સોવિયત મહિલા સેનાની સલામી વધુ પસંદ છેબીજા પસંદગી ના દેશો માંથી એક છે જર્મનીજર્મન સેનાઓ ની સલામી લેતી વખત નો ફોટો


આપ ના મિત્ર હિટલર ના હસ્તક્ષાર
યુદ્ધ ની ચર્ચા વખતે આપે ભાગ લીધેલો  તે ફોટોત્રીજા આપ ના પસંદગી ના દેશ માં છે યુગાન્ડા

ઇદી અમીન સાથે ની આપ ની મુલાકાત 

ઇદી અમીન સાથે શિકાર કરતી વકતે આપ નો ફોટો

Wednesday, December 29, 2010

દરેક નેતા નુ એક સપનું ..........................................................

દરેક નેતા , રાજનીતિ માં આવ્યા પહેલા ને રાજનીતિ માં આવ્યા પછી એક જ સપનું જોતા હોય છે
તેની કેટલીક છબીઓ અમે અહી દર્શાવીએ છીએ .........................આ ફોટા જોઈ ને મન માં કૈક થયું કે નહિ ??????

Tuesday, December 28, 2010

નેતાઓ દ્વારા સામાન્ય જનતા ને કરવામાં આવતા વાયદા.........

અમે અહી આપે અને આપના પક્ષ ના નેતાઓ દ્વારા સામાન્ય જનતા ને કેટલાય વાયદા કરવામાં 
આવે છે તેમાંના કેટલાક વાયદાઓ નુ અહી વર્ણન કરીએ છીએ ......આપ નુ વાયદાઓ નુ પોથું વર્ષો થી જનતા ત્યાની ત્યાં છે .................અને આપ ?

વર્ષો થી આપ સ્વીસબેંક માં છુપાયેલું કાળું નાણું પાછુ લાવવા ની વાત કરો છો .....
અને પોતાના એકાઉન્ટ સ્વીસબેંક માં છે તેનું શુ ?????
આપ વર્ષો થી શૈક્ષણિક અને આર્થિક પ્રગતી માટે કેટલીય યોજનાઓ ની વાતો કરો છો પણ આપ શ્રી 
માત્ર હજ યાત્રા સિવાય બીજી કોઈ યોજનાઓ વિચારો છો ખરા ?????

લોકો ને જમીન-ઘર આપવાની વાતો કરો છો પણ આપે અને આપના નેતાઓ એ દેશ માં ક્યાંય જમીન છોડી છે ખરી ????
આ છે આપના દેશ ની રાજનીતિ ની સાચી હકીકત ......

Monday, November 29, 2010

આપ શ્રી નો નુક્લીઅર પ્રેમ ......................

આપ ને વર્ષો થી ન્યુક્લીયર વડે ચાલતા વાહનો રાખવાનો શોખ છે
જોકે આપ આ શોખ ને લીધે કેટલીય વાર કેન્સર જેવી ભયંકર બીમારીઓ માંથી માંડ-માંડ
બચેલા છો ......................................


આપ  શ્રી નું ન્યુક્લીયર વિમાન................................... 

આપ શ્રી એ સોવિયત સંઘ ની મદદ વડે કેટલાક વિમાન બનવાનો પ્રયત્ન કરેલો


આપ નું નુક્લીઅર એન્જીન વડે ચાલતું રશિયન બનાવટ નું TU-119 

પણ આ વિમાન મા સતત ફરવાના શોખ ને લીધે આપ ને કેન્સર થયેલું 
મહા મુસીબતે આપ ની સારવાર થયેલી અને ત્યાર બાદ 
નોટીલસ કોર્પોરેશન એ બનાવેલું આ નવું વિમાન 
આપ  શ્રી ની ન્યુક્લીયર ટ્રેન ..........................

આપના પિતાશ્રી રેલ્વે વિભાગ મા કર્મચારી છે, તેથી બાળપણ થીજ આપને ટ્રેન નો ખુબ શોખ
હતો અને આપે આપના શાસન મા આવ્યા બાદ તરતજ રશિયા પાસે એક ટ્રેન બનાવડાવી


આ ટ્રેન ને તમે તમારા પ્રિય હોલીવુડ ના પાત્ર જેમ્સ બોન્ડ ના એક ફિલ્મ માટે પણ આપેલી ......

આપ  શ્રી ની ન્યુક્લીયર કાર 

નોટીલસ કોર્પોરેશન એ બનાવેલી આપની પરમાણુ કારઆપ  શ્રી નું રશિયન બનાવટ નું ન્યુક્લીયર હેલિકોપ્ટર......
આપ  શ્રી  ની રશિયન બનાવટ ની ન્યુક્લીયર ટેંક 


આપ શ્રી ની પ્રાઈવેટ સબમરીન

રશિયન બનાવટ ની આપની ન્યુક્લીયર સબમરીન મને આ મા એ ખબર પડતી નથી કે આ આપ શ્રી નો ન્યુક્લીયર પ્રત્યે નો પ્રેમ છે કે
રશિયા પ્રત્યે નો ??????????????????????????????????????????????

Friday, November 26, 2010

આપનો સોના પ્રત્યે નો ગાઢ પ્રેમ

આપ શ્રી ને સોનું ખુબ પસંદ છે તે વાત અમને ખબર છે કેમ કે સામાન્યતઃ કોઈ માણસ 
સવારે ઉઠી ને તેના  દૈનિક કામ કરે પણ આપનું તો એક જ કામ હોય છે સવારે ઉઠી ને આપ શ્રી પહેલા પોતાના સોનાના ભંડારો મા ડૂબકી લગાવવાનું ,આપ શ્રી આપની દરેક વસ્તુ સોના માંથી બનેલી હોય તેવી આપની ઈચ્છા હોય છે અને
આપ આ શોખ પુરો કરવા દુનિયા ભાર ની કંપનીઓ ને જંગી નાણા આપની ને આપ
આ પ્રકાર ની વસ્તુઓ નો ઓર્ડર આપો છો ......

તો આજે જોઈએ આપ શ્રી ની સોના માંથી બનેલી કેટલીક વસ્તુઓ 

શરૂઆત કરીએ આપના ફોન થી 

આપનો "   આઈફોન "


આજના આધુનિક યુગ મા મોબાઈલ એક અત્યંત જરૂરી વસ્તુ છે ,
અને એમાંય વળી આજેતો વિવિધ કંપનીઓ ના ફોન મારે છે, પણ તેમાંથી એક ફોન પાછળ 
દુનિયા આખી પાગલ છે અને તે છે , 
એપલ કંપની નો આઈફોન 
પણ આપ શ્રી નો શુધ્દ્ધ સોના મા થી બનેલો ,આ આઈફોન કેટલી કીમત નો હશે તે સામાન્ય વ્યક્તિ 
માટે તો જાણવું ખુબ મુશ્કેલ છે  પણ આ ફોન ની કીમત છે ૩૩૬૦૦ અમેરિકી ડોલર 


આપનું લેપટોપ 

જે રીતે એપલ નો ફોન પ્રખ્યાત છે તેમ એપલ નું લેપટોપ પણ ખુબજ પ્રખ્યાત છે 
અને આપનું સોનામાંથી બનેલું લેપટોપ તો ખુબજ અદભુત છે તે ની કીમત ૨૯૦૦૦ ડોલર છે 

આપની ઘડિયાળ 

ઘડિયાળ પહેરવી એ સારી વાત છે અને આપ તો સમય નાં ખુબજ પાકા છો 
તેથી આપ શ્રી હમેશા ની જેમ ઘડિયાળ પણ સોનાનીજ રાખો છો 

તેની કીમત તો ખુબજ ઓંછી છે માત્ર ૨૫૦૦૦૦ ડોલર 


આપ શ્રી  ની પેન 

દરેક માણસ પેન રાખતો હોય છે કેમ કે પેન ખુબ જરૂરી વસ્તુ છે પણ આપ શ્રી તો એક ગાંધીવાદી
નેતા છો તેથી આપ તો એક ખુબજ સાદી પેન રાખો છો માત્ર ૮૦૦૦૦૦ ડોલર ની !!!!!!!!!!!!!!!!!!

આપ શ્રી નું ટીવી 

ટીવી આજનાં  આધુનિક સમય ની ખુબજ જરૂરી વસ્તુ છે આપ શ્રી પણ ટીવી જોવાના ખુબજ શોખી છો
જોકે આપ ના ધર્મ મા તો ટીવી ની અનુમતિ નથી પણ આપ તો ચોરીછુપે પણ ટીવી જુઓ છો
આપ નું સાદું ટીવી તો જુઓમાત્ર ૧૦૦૦૦૦ ડોલર નું (સાદું  ટીવી )


આપ નો કમર નો પટ્ટો

પેન્ટ શર્ટ પહેરતા માણસ ને પટ્ટાની જરૂર પડતી હોય તે તો સામાન્ય વાત છે પણ મને નવાઈ
લાગે છે કે ધોતિયા મા પટ્ટાની શી જરૂર પડે ?????

તો પણ આપે સ્વીઝરલેન્ડ ની એક ખ્યાતનામ કંપની પાસે એક પટ્ટો બનાવડાવ્યો
તે જોયા જેવો છે


માત્ર ૨૫૦૦૦૦ ડોલર નો !!!!!!!!!!!!!!!!!!


આપ શ્રી ની જુનવાણી કાર 

આપ શ્રી ને જૂની એતિહાસિક કારો રાખવાનો ખુબ શોખ છે તે તો અમને ખબર છે પણ 
આપે નોટીલસ પાસે બનાવડાવેલી આ કાર તો કેટલાની હશે તે સામાન્ય માણસ 
સાંભરે તો પણ હર્દય રોગ ના હુમલા થી મારી જાય 


યાદ આવી આ કાર ??????

Wednesday, November 24, 2010

નેતાઓ ના વૈભવ.........................................આપ શ્રી ની ખુરશી ......................................................

કહેવાય છે કે નેતાઓ ને ખુરશી તો મળી હોય હોય છે , પણ તે ખુરશી ના ચારેય પગ તેના
પોતાના હોતા નથી .

એક પગ પોતાના સમર્થકો નો ,
બીજો વિદ્યાર્થી નેતાઓ નો
ત્રીજો અસામાજિક તત્વોનો
અને ચોથો લગુમતી કોમ નો .....................................

પણ આ જુઓ આપશ્રી ને આપની ખુરશી એટલી પ્યારી છે કે તેના પગ ની જગ્યાએ આપે 
એન્જીનીયરીંગ નો કમાલ કરી દીધો છે

અતિ ગુપ્ત સંશોધન અને જંગી નાણા ના ખર્ચે તૈયાર થયેલી આ ખુરશી જોવા લાયક છે

કહેવાય છે ને ખુરશી મજબુત તો નેતા મજબુત ,
અને નેતા મજબુત તો દેશ મજબુત ,
અને દેશ મજબુત તો કંપની સરકાર મજબુત 


આપ શ્રી ની કાર .....................................................................

આપણા દેશ માં નેતાઓની પાસે અતિ વૈભવશાળી ગાડીઓ હોય છે અને તે પણ ,
એક કરતા વધુ
પણ આપ શ્રી ની પાસે કેટલી અને કેવી ગાડીઓ છે તે તો સામાન્ય જનતા ને ક્યાંથી ખબર હોય ???
પણ કંપની સરકાર ના જાસુસો એ એક ગુપ્ત માહિતી ને આધારે આપની
એક લિમોઝીન કાર નો એક ફોટો મળ્યો છે તે જુઓ .....
કહેવત છે કે માણસ જેટલો મોટો (કરોડપતિ ), 
તેટલી તેની ગાડી લાંબી ,,,,,,,,
પણ આટલી લાંબી ગાડી તો આપ શ્રી જેવા કોઈ કૌભાંડકારી નેતા જ રાખી શકે ........

આવી કારો ખરીદવા માટે આપ શ્રી કેટલા કૌભાંડ કરતા હશો ???
અને આવી કારો કઈ કંપની બનાવી આપે છે ???


આપ નું સુરક્ષા વાહન .................................................................


દરેક નેતાને હમેશા મોત નો ડર હોય છે......
જેથી તેઓ હંમેશા બખ્તરબંધ વાહનો નો ઉપયોગ કરે છે
જોકે આપ શ્રી ભૂતકાળમાં સુરક્ષા ઈજનેર રહી ચુકેલા છો તેથી આપ શ્રી તો સુરક્ષા ના મામલે તો
વધુ સાવચેતી રાખો છો
અમને યાદ છે ત્યાં સુધી આપ શ્રી એક વાર જર્મની ગયેલા અને ત્યાંની મર્સિડિઝ કંપની થી ખુબ
પ્રભાવિત થયેલા અને ત્યાં આપે પોતાના માટે અતિ જંગી નાણા ચૂકવી ને એક ટેંક બનવા નો
ઓર્ડર આપેલો
મર્સિડિઝ કંપની એ આપ ની માટે તૈયાર કરેલી આ ટેંક તો આપણે ખબરજ હશે ને ??????
આ વિષય માં અમારે શુ કહેવું તેજ અમને ખબર પડતી નથી .....

પણ અમે એટલુંજ કહીશું કે ,
નેતા સુરક્ષિત તો દેશ સુરક્ષિત ................................આપ નું મોટરસાયકલ.....................................................................


મેં અનેક કરોડપતિ જોયા છે પણ આપશ્રી જેવા કોઈ બીજા કરોડપતિ નેતા જોયા નથી
આપ ને વિવિધ મોટરસાયકલ રાખવાનો શોખ હતો
તે તો અમે જાણીએ છીએ
કેમ કે આપને મોટરસાયકલ ની પાછળ છોકરી ને બેસાડવા નું ખુબ પસંદ હતું
પણ આપને હમેશ થતું કે એક છોકરી ને બેસાડીએ અને એની બીજી બેનપણીઓ ને
ના બેસાડીએ તો તેમને દુખ થાય જેથી કરી ને આપે આ સમસ્યા ના નિવારણ માટે
અતિ જંગી ખર્ચે આ મોટરસાયકલ તૈયાર કરાવ્યું ............................


જેથી આપને મહિલાઓ ની  સેવા કરવાનો નો મોકો મળે .....

દેશ નાં નેતા ઓ જેટલા સેવાભાવી 
દેશ ની જનતા એટલીજ સુખી..... 

આપની પરમાણું કાર.........................................................................
મને હમેશા એ વાત યાદ છે કે આપ ને લાંબી મુસાફરી કરવાનો શોખ છે 
પણ આપણા દેશ માં પેટ્રોલપંપ ખુબ ઓછા છે કેમ કે પેટ્રોલ જ ના હોય તો 
પેટ્રોલપંપ કયાંથી હોય ????

સતત આ પરેશાની થી કંટારી ને આપે " નોટીલસ કંપની " ને  એક ખાસ વાહન બનાવવાનો
નો ઓર્ડેર આપેલો ......
નોટીલસ એ અતિ ગુપ્ત સંશોધન બાદ આપ શ્રી માટે એક વાહન બનાવેલું જે 
યુરેનિયમ U238 વડે ચાલતું હતું આ વાહન તો આપને યાદ હશે ને ......
ત્યાર પછી તો આપની લાંબી મુસાફરી નો સમસ્યાનો હલ આવી ગયો ને !!!!


આપ નું હવાઈ નિરિક્ષણ માટે નું વિમાન ........................

આપના દેશ મા હમેશા કુદરતી અને માનવસર્જિત આપતિઓ તો આવતી હોય છે,
અને જેનું હવાઈ નિરિક્ષણ આપણા માટે ખુબજ જરૂરી બની જાય છે .............

આપ શ્રી ને તો રશિયન સુંદરીઓ જોવાનો ખુબ શોખ હતો તે વાત તો કેટલાય લોકો ને 
ખબર છે જેથી આપ શ્રી એક વાર સોવિયત સંઘ સાથે હથિયારો ના સોદા માટે નું બહાનું
કાઢીને આપ સોવિયત પ્રવાસ માટે ગયેલા ,
ત્યાની તુપલોવ કંપની ના વિમાનો જોઈ ને આપ ખુબજ પ્રભાવિત થયેલા,
અને આપે તુપલોવ ને જંગી નાણા ચૂકવી ને બે વિમાન બનાવવા નો ઓર્ડર આપેલો 
જેમનું એક આપણા હવાઈ નિરિક્ષણ માટે, અને બીજું ચૂંટણી પ્રચાર માટે 


આ હવાઈ નિરિક્ષણ માટે નું  આ tu-PAK DA વિમાન તો અવાજ થી આઠ ગણું ઝડપી (MACH-8) છે ,

જે દેશ ના નેતા ને પોતાના લોકો ની આટલી બધી ચિંતા હોય તે દેશ ના લોકો તો 
ખુબજ ભાગ્યશાળી કહેવાય 
પણ અમને એમ થાય છે કે આટલી ઝડપે હવાઈ નિરિક્ષણ કરવું શક્ય છે ????????????


આપનું ચુંટણી પ્રચાર માટે નું વિમાન..........................................

દરેક નેતાઓ ને ભાષણ કરવાનો ખુબજ શોખ હોય તે તો વાત સાચી છે ,
પણ આપણા જેવા નેતાઓ ને તો દિવસ મા ચોવીસ કલાક ભાષણ કરવાનું હોય તો પણ 
આપ ને થાક નાં લાગે પણ આપને દરેક સભાઓ મા ઝડપ થી પહોચવું એ જરૂરી હોય છે 
તેના માટે આપે એક ઝડપી વાહન બનાવેલું ........................
આ તુપલોવ કંપની એ બનાવેલું  TU-2000 વિમાન તો તમારા ચૂંટણી પ્રચાર માટે ખુબજ 
યોગ્ય છે જેની ઝડપ અવાજ કરતા છ ગણી વધારે છે ( MACH 6 )

દરેક નેતાઓ હમેશા પોતાના નિયત સમય કરતા મોડું આવવા ની આદત હોય છે ,
પણ આપણા જેવા સમય ને માન આપી ને ચાલનારા નેતા જે દેશ મા હોય તે દેશ ની
પ્રગતિ નિશ્ચિત છે